બનાસકાંઠા જિલ્લામાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર અને ડીસાના મળીને બે વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બુધવારે વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા હતો. જ્યાં પાલનપુર અને ડીસાના બે વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલનપુર અને ડીસામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરની મહાલક્ષ્મી સોસાયટી, બેચરપુરા વિસ્તાર ખાતે ૪૫ વર્ષીય વિજયભાઈ ચિમનલાલ પંચાલ નામના યુવક જ્યારે ડીસાની ધરણીધર સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય વૃદ્ધા જશીબેન ખુશાલભાઈ ઠકકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાના બે વધુ કેસ નોંધાતા કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૧૫૬ એ પહોંચ્યો છે.
Contribute Your Support by Sharing this News: