ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના બાયડ ખાતે આજ રોજ તા.04/08/2019 ને રવિવાર ના રોજ શ્રી બાવીસી ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ બાયડ ની વાર્ષિક હિસાબ ની મીટીંગ શ્રી નિરંજનભાઈ શંકરલાલ જોષી ના ઘરે યોજાઇ હતી જેમાં બાયડ ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના પ્રમુખશ્રી ગુણવંતરાય જોષી તેમજ મંત્રીશ્રી ભાવેશભાઈ જોષી તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સભા ની અંદર સર્વે જ્ઞાતિજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના જે સ્વર્ગસ્થ થયેલ છે તેવા પાંચ સ્નેહીજનો ને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, અને સમાજ ના જે સ્નેહીજનો ને અલગ અલગ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરેલ છે તે પાંચ વ્યક્તિઓને અભિનંદન આપવામાં આવ્યા હતા. શ્રી બાવીશી ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ બાયડ ના અલગ-અલગ જ્ઞાતિબંધુઓ ના ઘરે દર મહિને મીટિંગ યોજાતી હોય છે.

બાયડ શ્રી બાવીશિ ગોમતીવાળ બ્રાહ્મણ સમાજ ની યુનિટી અને દર મહિને મીટિંગ નું આયોજન 20 વર્ષ થી અવિરત ચાલતું આવે છે..આ યુનિટી જોઈને બાયડ ના અન્ય સમાજ ના જ્ઞાતિબંધુઓ પણ પ્રેરણા લે છે.અંતે સૌ જ્ઞાતિબંધુઓ હળવો નાસ્તો લઈને છુટા પડયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી