અંકલેશ્વર: તાલુકા પોલીસે દક્ષિણ ગુજરાતના કુખ્યાત લિકર કિંગની ટ્રાન્સફર વોરન્ટથી કરી અટકાયત અંકલેશ્વરના નવા કરારવેલ ગામે ગત તારીખ-૨૬-૧-૧૯ના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નવા કરારવેલ ગામે દરોડો પાડી ૪૨૧ નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો પોલીસના દરોડા દરમિયાન બુટલેગરો ફરાર થઇ ગયા હતા તે દરમિયાન સોનગઢ પોલીસે મહારાષ્ટ્રના નવાપુરના નવા ફળિયામાં રહેતા કુખ્યાત બુટલેગર પીન્ટુ ઉર્ફે ગોરખભાઈ ભીમરાવ બડોગેની પ્રોહીબીશન એક્ટ હેઠળ અટકાયત કરી હતી તેની વધુ પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના નવા કરારવેલ ગામે વિદેશી દારૂના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું કબુલ કરતા પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસે જાણ કરતા અંકલેશ્વર રૂરલ પોલીસે તેની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે