અંકલેશ્વર રાજપીપલા ચોકડી ઓવરબ્રીજ પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૧નું મોત ૫ ઘાયલ હતું જ્યારે બસના પાંચ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. અંકલેશ્વર-રાજપીપળા ચોકડી ઉપર પુરઝડપે પસાર થતી અને સુરત તરફ જતી લકઝરી બસના ચાલક ઓવરટેક કરવા જતા ટ્રક સાથે ઘડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની આ ઘટનામાં એક પેસેંન્જરનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે બસમાં સવાર અન્ય પાંચ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે એકત્રીત લોકોએ ઘાયલ પાંચ ઇસમઓને સારવાર અથે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.