મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૩ લાખની ચોરી કરી ફરાર પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૮૩ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર ૭૦૬માં રાજુભાઈ મોહનભાઈ માછી પટેલના પરિવારજનો મકાનના ધાબા ઉપર સુવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ ૫૦ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણા કુલ મળી ૧.૮૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.