અંક્લેશ્વર@:- સજોદ ગામ માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શક્સ ઝડપી પાડતી ભરૂચ LCB

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,ભરૂચ(તારીખ:૨૫)

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી. જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ઝાલાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બીના પો.સ.ઇ પી. એસ. બરંડા તથા પો.સ.ઇ વાય. જી. ગઢવીનાઓ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા.

દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર તાલુકાના સજોદ ગામે વાળીનાથ સોસાયટીમાં રહેતા ગીરીશભાઇ રણછોડભાઇ પટેલ નાઓએ ગે . કા . વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવા સારૂ પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે જેથી મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ એલ.સી.બી.ના પો.સ.ઇ વાય. જી. ગઢવીનાઓએ પોલીસ માણસોની ટીમ સાથે રેડ કરતા સ્થળ ઉપરથી ગીરીશભાઇ રણછોડભાઇ પટેલ રહે – સજોદ વાળીનાથ સોસાયટી તા – અંક્લેશ્વરનાઓ અલગ-અલગ બનાવટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયર ની કુલ બોટલ નંગ – ૨૧૦ કી. રૂ. ૮૫,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા મળી આવેલ દારૂનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પો . સ્ટે . માં સોંપવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ: પો.સ.ઇ પી. એસ. બરંડા તથા પો.સ.ઇ વાય . જી . ગઢવી , હે . કો . કનકસિંહ તથા હે . કો . ચંદ્રકાંત તથા હે . કો . અજયભાઇ તથા હે . કો . વર્ષાબેન તથા પો . કો . સરફરાજ પો . કો . દિલીપભાઇ એલ . સી . બી ભરૂચ

ગમ્યું તો આગળ શેર કરો.