ગ્રામજનોએ જાણ કરતા એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ દોડી આવી
પાલનપુર તાલુકાના જગાણા ગામે એક ગાય બિમાર હાલતમાં પડી હોવાની જાણ એનિમલ હેલ્પલાઇનને કરવામાં આવતા એનિમલ એમ્બ્યુલન્સ તાબડતોડ દોડી આવી બીમાર ગાયની સારવાર હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા લોકોના આરોગ્ય અને સુખાકારીની સવલતોની સાથે સાથે પશુઓ માટે પણ એનિમલ હેલ્પલાઇન શરૂ કરાયા બાદ બીમાર પશુઓને સારી એવી સેવા આપવામાં આવી રહી છે આજે પાલનપુર તાલુકાના જગાણા ગામે એક ગાય બિમાર હાલતમાં પડી હોવાની જાણ થતાં ગ્રામજનોએ એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરતાં એનિમલ એમ્બ્યુલન્સ તાબડતોડ આવી પહોંચી હતી અને ગાયની સારવાર કરી હતી. ગામના પૂર્વ સરપંચ પ્રહલાદભાઇ તેમજ રતિભાઇ લોહ અને ગણેશભાઇ સહિતના ગામના અગ્રણીઓએ આ ગાય બીમાર પડી હોવાની માહિતી મળતા જ એનિમલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી જાણ કરી હતી. આથી તાબડતોડ એનિમલ એમ્બ્યુલન્સ આવી બીમાર ગાયની સારવાર હાથ ધરી હતી.