ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બહુ ચર્ચિત ચૂંટણીમાં એકતા પેનલનો ભવ્ય વિજય થયો હતો એકતા પેનલ માંથી ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનાર અનિલભાઈ પટેલનો ભવ્ય વિજય થતા

ધામણિયા જૂથ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો જેમા જૂથમંત્રી નરસિહભાઈ પગી તેમજ તાબાની નવા તેમજ જુના બિલવણિયા, શરડીગામ , શરડીકંપા,શાન્તિપુરાકંપા,ગઢડાકોટ વગેરે પ્રાથમિક શાળ।ના આચાર્ય તથા શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપી આવકાર્યા હતા

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: