અરવલ્લી જિલ્લાના માલપુરમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા ના પૂતળાનું દહન

ગરવીતાકાત,અરવલ્લી: સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે આજે પણ ભેદભાવભર્યું વલણ દાખવવામાં આવી રહ્યું છે બોલિવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહા એક ઈન્ટરવ્યૂમાં વાલ્મિકી સમાજ માટે અપમાન જનક શબ્દો વાપરતા સમગ્ર દેશમાં વાલ્મિકી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અરવલ્લી જિલ્લાના માલપુર માં વાલ્મીકી સમાજે સોનાક્ષી સિંહાના પૂતળા નું દહન કરી મામલતદારને આવેદનપત્ર આપી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવા માંગ કરી હતી અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજે બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા નો ભારે વિરોધ કરી માલપુરમાં પૂતળાનું દહન કર્યું હતું વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતના જણાવ્યા મુજબ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સિદ્ધાર્થ કાને અનુસૂચિત જાતિ વિશે એક ઈન્ટરવ્યૂમાં જાતિ વિષયક આપત્તિજનક શબ્દોનો ઉચ્ચારણ કર્યું હતું જાતિ વિષયક શબ્દોના આપતિજનક શબ્દોથી જિલ્લાના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઇન્ટરવ્યૂ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઇને વાલ્મિકી સમાજના લોકોએ ઠેરઠેર વિરોધ નોંધાવ્યો હતો અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં અનુસૂચિત જાતિના લોકોએ સોનાક્ષી સિન્હા અને  સિદ્ધાર્થ ના પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ આ અંગે મામલતદારને આવેદનપત્ર આપી બંને ફિલ્મ કલાકારો સામે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોધવાની માંગ કરી હતી

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.