મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. લાલજી ટંડનને બદલે ફગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે.
આ ઉપરાંત જગદીપ ધનખરને પશ્ચિમ બંગાળ અને રમેશ વૈશ્યને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આરએન રવિને નાગાલેન્ડના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજા સાથે સમાચાર શેર કરો.