કાંકરેજની કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર

શેર કરવા અહીં ક્લિક કરો.

કાંકરેજ તાલુકાના ગામે કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યુવકે આત્મહત્યા કરી કે પછી હત્યા તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સમગ્ર મામલે થરા પોલીસે મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના જાખેલ પાસે પેટાકેનાલમાંથી એક ઇસમની લાશ મળી આવી હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે થરા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. થરા પોલીસે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.