ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વેપારીઓ દ્વારા દેશી દારૂ બનાવવામાં વપરાતા ગોળ નો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.ત્યારે આ છે અમીરગઢ ના દારૂડિયા ગોળનો કારોબાર કરતા માફિયા વહેપારીઓ જેમણે કોઈપણ પ્રકારનો નથી લાગતો ડર કે નથી કોઈ કાયદાનો  ભય તેઓ ખુલ્લેઆમ ગોળનો વેપાર કરી રહ્યા છે.ત્યારે અમે તમને જણાવી દઇએ કે આ ગોળ કોઈ ખાવા માટે વપરાતો નથી પરંતુ આ ગોળ માત્રને માત્ર દેશી દારૂ બનાવવાની સામગ્રી છે અને તેનું વેચાણ અમીરગઢ બજારની વચ્ચોવચ્ચ કરવામાં આવે છે. અને ત્યારબાદ આજુબાજુના ગામડાઓમાં પણ વાહનો મારફતે બહોળા પ્રમાણમાં પોહચાડવામાં આવી રહ્યો છે.આ માફિયા વેપારીઓ આજ કાલથી નહિ પણ વર્ષોથી આ દેશી દારૂ કાઢવામાં વપરાતા ગોળનો કારોબાર કરી રહ્યા છે.ત્યારે સરકાર દેશ અને ગુજરાત માં નશાબંધી ની મોટી મોટી વાતો કરે છે.પરંતુ અમીરગઢમાં આ બધી વાતો નાકામ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.પરંતુ આ દારૂડિયા ગોળના વહેપારીઓ વર્ષોથી આ દારૂડિયા ગોળ નો વેપાર ચલાવી રહ્યા છે.પરંતુ જાણે અમીરગઢ પોલીસને તો કોઈ પણ વાતની ખબર જ ના હોય તેમ આંખ આડા કાન કરીને ઘોર નિંદ્રામાં સુઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.પરંતુ હવે પોલીસ ઘોર નિંદ્રામાંથી જાગે અને આ ગોળ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

તસવીર અહેવાલઉપેન્દ્રસિંહ ડાભી અમીરગઢ 

બીજા સાથે સમાચાર શેર કરો.