ગરવીતાકાત.અરવલ્લી: મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ ભરાઈ જતા અગાઉ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું રવિવારે માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાંડીતુર બની હતી ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦ થી વધુ ગામોનો સંપર્ક તૂટતાં પ્રજાજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

માઝુમ ડેમની સપાટી ૧૫૬.૯૫ મીટર પહોંચતા રૂલ લેવલ સપાટી જાળવવા ડેમ માંથી પાણી છોડતા ખડોદા નજીક કોઝવે પરથી ૩ ફૂટ પાણી ફરી વળતા ૧૦થી વધુ ગામોનો સંપર્ક વિહોણા બનતા પ્રજાજનોએ જીવન જોખમે કોઝવે પરથી પસાર થવા મજબુર બનવું પડ્યું હતું વિદ્યાર્થીઓ અને બીમાર દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાત્રક નદી પરનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થતા પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા.

અરવલ્લી જીલ્લામાં ૬ તાલુકા માંથી ૫ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબકતા અને ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના પગલે વાત્રક ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં અવાક થતા અને વાત્રક નદી બે કાંઠે વહેતા માલપુર નજીક વાત્રક નદી પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થતા વાત્રક નદીને બે કાંઠે વહેતી જોવા માલપુર પંથકના પ્રજાજનો ઉમટ્યા હતા.

તસ્વીર અહેવાલ તરુણ પુરોહિત અરવલ્લી 

Contribute Your Support by Sharing this News: