“પ્લાસ્ટિક મુક્ત ભારત”

ગરવીતાકાત,અરવલ્લી: આ વાક્ય હિમાલય ચઢવા જેવું ભારેખમ જણાય છે. કારણ પણ આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ. પ્લાસ્ટિક એક એવી વિકરાળ સમસ્યાના સ્વરૂપમાં પ્રસ્તુત થઈ રહી છે કે હવે આ દિશામાં નક્કર પગલાં લીધા સિવાય આરો નથી. કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે કે પ્લાસ્ટિક કેવી રીતે બને છે? તો મોટા ભાગના વ્યક્તિઓ જોડે તેનો જવાબ નથી. પણ એક હકીકત સૌ કોઈ જાણે છે કે પ્લાસ્ટીક કદાચ અમૃત પીને પેદા થયું છે, કે તેનું મૃત્યુ તો આગામી સૈકાઓ સુધી દેખાતું નથી.. જે વૈજ્ઞાનિક પ્લાસ્ટિક પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે તેને નોબલ પ્રાઇઝ મળવું જ રહ્યું.

કરિયાણાની દુકાને કે લારીઓ પર મળતી પોલીથીનની કોથળીઓ કે નારિયેળ પાણી કે કોલ્ડિંકસ પીધા પછીની સ્ટ્રો કે પછી પાણીની બોટલો આવી અનેક સિંગલ ટાઈમ યુઝ પ્લાસ્ટિકથી ઘરે ઘર ,સોસાયટી અને અને આખો દેશ કચરાથી ખદ બદે છે. પ્રવાસ માં ગયા હોવ અને મિત્રો સામે વર્ણન કરતા હોવ તો દરેક સ્થળ નો રોમાંચ કહેતા કહેતા એવું તો કહેવું જ પડે કે કચરો તો આપણી સોસાયટી જેવો જ ત્યાં પણ હતો. આ સમસ્યાનું સમાધાન તો કરવું જ પડશે. અને અનેક સ્તરે ચાલુ પણ થઈ ગયું છે. આજે આ જ અભિયાન અંતર્ગત જી.આઇ.પી.એસ. ના વિદ્યાર્થીઓ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી આયોજિત ક્લીન અપ ડ્રાઈવમાં પોલો ફોરેસ્ટ ખાતે ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થી ઉત્સાહથી સજાગ થયા હતા. આ અભિયાન દેશ લેવલે શરૂ થઈ રહ્યું છે. ત્યારે જી.આઇ.પી.એસ. સ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થીઓને સતત પોલ્યુશન કંટ્રોલ અને પર્યાવરણ પર જાગૃતિના કાર્યક્રમો કરતા રહેશે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: