પાટણમાં કપાયેલા હોઠ તાળવાનો ૬૦ દર્દીઓનો તપાસણી કેમ્પ યોજાયો 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાટણ(તારીખ:૨૫)

પાટણ ખાતે લાયન્સ લિયો દ્વારા ફાટેલા હોઠ અને કપાયેલા તાળવાની તથા મોઢાના ખોડ ખાપણ ની  સર્જરીની તપાસ કરવાનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં ૬૦ જેટલા દર્દીઓ એ તેમની બીમારીની તપાસ કરાવી હતી આ દર્દીઓને  ગુજરાત ફ્લેકટ એન્ડ કેની ઓફેસિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની ટીમના ડૉક્ટર શ્યામ શેઠ ડૉક્ટર રવિ કલોલા ડોક્ટર જય ત્રિવેદી  હરીશ જાદવ ચેતન પરમારે તપાસી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે લાયન્સ ક્લબ સાથે જોડાયેલા તથા કોર્પોરેટર શ્રી મનોજભાઇ કે પટેલ  પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી હેમંતભાઇ તન્ના ખુશ્બુ ગેસ એજન્સીના પ્રોપરાઇટર ભરતભાઇ પરમાર  નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર  મુકેશ જે પટેલ ગૌરવ  મોદી   ગૌરવ પ્રજાપતિ  રાજેન્દ્રભાઇ કે હિરવાણીયા સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ગમ્યું તો આગળ શેર કરો.