• વર્ષ ૨૦૧૫-૧૭ મા આ જ રેલ નદીના પાણીએ સર્જી હતી તબાહી
  • બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે આવેલી રેલ નદીમાં નવા નીરનું આગમન થતાં આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૫  અને ૨૦૧૭ મા કુદરતી તારાજીને પગલે ભારે તબાહી સર્જાઇ હતી. જેમાં રાજસ્થાનથી આવેલા પાણીને કારણે આખુય ધાનેરા પાણીમાં ડૂબી જવા પામ્યું હતું. જેમાં ધાનેરામાં આવેલી રેલ નદીમાં આ સમયે વધુ પ્રમાણમા આવેલા પાણીએ આખા ધાનેરાની ધમરોળ્યું હતું. ધાનેરા પંથકમાં સર્જાયેલી તારાજીમાં લોકોના આખે આખા ઘર પણ તણાઇ ગયા હતા અને લોકો બેઘર બની ગયા હતા. ત્યારબાદ હાલમાં ચાલુ વર્ષમાં આ નદીમાં પાણી ખૂટી જતાં નિર્જીવ જોવા મળી રહી હતી. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાનેરાની આ રેલ નદીમાં નવાં નીરનું આગમન થયું છે અને રેલ નદી ફરીથી સજીવન થવા પામી છે. ત્યારે નદી વિસ્તાર અને આસપાસના ગામના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે રેલ નદીમાં પાણીની આવક થતા આ પંથકના લોકોમાં એક તરફ ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ અગાઉ સર્જાયેલી તારાજીની યાદો પણ તાજી થઇ જવા પામી છે.

તસ્વીર અહેવાલ અંકુર ત્રિવેદી ડીસા

બીજા સાથે સમાચાર શેર કરો.