ગરવી તાકાત, કડી

સોશીયલ મીડીયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં લોક ગાઈકા કાજલ મહેરીયાએ પોતાના અંગત ઝઘડામાં તેની ઉપર હુમલો કરવા આવેલા લોકોને અભદ્ર ગાળો બોલી હતી જેમાં હુમલો કરવા આવેલ લોકોએ ઝધડામાં માતાજીને વચ્ચે લાવતા કાજલ મહેરીયાએ માતાજીને પણ ગાળો બોલી હતી.

જેથી ઘણા લોકો ઝઘડાની પરીસ્થિતી અને માહોલને સમજ્યા વગર ચર્ચાઓ કરી રહ્યા છે કે કાજલ મહેરીયા દેવી દેવતાને ગાળો બોલી લોકોની ધાર્મીક ભાવનાએ ઠેસ પહોચાડી છે.

ત્યાર બાદ વિરોધ વધુ વેગ પકડતા કાજલ મહેરીયાએ તેના વિડીયો બ્લોગમાં જણાવ્યુ હતુ કે મે મારા અંગત ઝઘડામાં ગાળો બોલી હતી અને એમાં મારાથી જો કોઈની ધાર્મીક ભાવનાઓને ઠેંસ પહોંચી હોય તો હુ માંફી માગું છુ અને વધુમાં જણાવ્યુ હતુ કે એ પણ એક દેવીની ઉપાસક છે. આ માફી વાળો વિડિયો બ્લોગ કર્યા છતા પણ એની વિરૂધ્ધમાં વિવિધ જગ્યાએ ખાસ કરી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વિરોધ થઈ રહ્યા છે.

આ પણ વાંચો – મીડીયા રીયા સાથે નહી પણ લોકડાઉનમાં નિરાશ્રીત થયેલા લોકોનુ મજાક ઉડાવી રહ્યુ છે

આ શ્રેણીમાં કડીમાં આવેલ વિવિધ હિન્દુ સંપ્રદાયના લોકો ભેગા થઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી લોકગાયિકા સામે કાનૂની પગલાં ભરવા રજુઆત કરવામાં આવી હતી. માતાજીના અભદ્ર ભાષામાં ગાળો આપવાથી હિંદુ સમાજની લાગણી દુભાઈ હોવાનો દાવો કરીને ભવિષ્યમાં હિંદુ દેવિ-દેવતાઓની કોઈપણ ટીકા ટિપ્પણી કરે નહીં તે માટે લોકગાયિકા કાજલ મહેરિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા કડીના હિન્દુ રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ કડી દ્વારા માંગ કરી છે.

મહેસાણાની લોકગાયિકા કાજલ મહેરિયાંનો થોડા સમય પહેલા મોઢેરામાં અંગત ઝઘડો થયો હતો જે ઝઘડામાં તેણે માતાજી વિશે અપ શબ્દોનો ઉપયોગ કરતાં તે અંગેનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો લોકગાયિકાના માતાજી વિશેના અભદ્ર ઉચ્ચારણોથી હિંદુ સમાજની લાગણી દુભાઈ તેમજ હિંદુ સમાજમાં આક્રોશ પેદા થયો હતો. તેવી રજુઆત સાથે કડીમાં આવેલ રાષ્ટ્ર હિત ચિતક સમિતિ,રાજપુત યુવા સંગઠન, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ, જેવા અનેક હિંદુ સમાજના લોકો ભેગા મળીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી લોકગાયિકા સામે કાનૂની રાહે પગલાં ભરવા રજુઆત કરી હતી. સાથે સાથે કચ્છ જિલ્લામાં એક પોગ્રામમાં લોકગાયિકાએ મહેસાણાના બધા કલાકરો સેટીંગવાળા હોય છે તેવું નિવેદન કરી અન્ય કલાકારોને પણ બદનામ થવું પડયુ હોવાની લાગણી દર્શાવી વિરોધ નોંધાયો હતો.

રીપોર્ટ – જયમીન સથવારા, એડીટ – નીરવ

 

Contribute Your Support by Sharing this News: