નડીઆદ  – છેલ્લા કેટલાક સમયથી શિક્ષિત બેરોજગારીની ભરતીઓ માટે પરીક્ષાઓ લેવામાં આવે છે પરંતુ  પરિણામ જાહેર થઇ ગયા બાદ યોગ્ય સમયે ભરતી પ્રક્રિયા કામગીરી પૂર્ણ કરવામાં આવતી ના હોવાથી કેટલાક યુવાનોએ ૨૭ /૭ / ૨૦૨૦  ને સોમવારે સવારે ૧૧:૦૦ વાગે નડિયાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ટેટ / ટાટ  પાસ શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ સાથે કલેકટરશ્રીને શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા અટકી રહેલી ભરતી તેમજ બાકી રહેલી ભરતીની કાર્યવાહી સત્વરે પૂર્ણ થાય તેવી નમ્ર રજૂઆત કરવામાં આવી. તેમજ જ્યાં સુધી માંગ ના સંતોષાય ત્યાં સુધી ઘરે રહીને પ્રતીક ઉપવાસ બધા જ શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા કરવામાં આવશે,તેવું આવેદન પત્ર આપી જાણ કરવામાં આવી.
અહેવાલ તસ્વીર – જયદીપ દરજી
Contribute Your Support by Sharing this News: