લોકડાઉનમાં જ લગ્નની સિઝન વહી જતાં ડી.જે. સંચાલકોની હાલત કફોડી બની
કોરોના વાયરસના પગલે આર્થિક ભીસમાં આવેલા ડી.જે.ના સંચાલકોને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તે માટે પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને રજુઆત કરી આર્થિક પેકેજ આપવામાં આવે તે બાબતે રજુઆત કરવામાં આવી છે.
કોરોના વાયરસના પગલે મોટાભાગના ધંધા રોજગાર પડી ભાગ્યા છે.જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.તો કેટલાક લોકો હતાસ બની ન ભરવાનું પગલુ ભરતા હોય છે.તેવી સ્થિતી ડી.જે.ના સંચાલકોની જોવા મળી રહી છે. કોરોનાના સમય દરમ્યાન  લગ્નની સિઝન પુરી થઇ અને કોરોનાના કારણે ધંધા રોજગાર બંધ હોવાના કારણે ડી.જે.ના સંચાલકોની હાલત કફોડી બની છે.જેના પગલે સરકાર દ્વારા ડી.જે.ના સંચાલકોને આર્થિક સહાય કરવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.
Contribute Your Support by Sharing this News: