ડીસા હાઇવે પર ડાયમંડ સોસાયટી નજીક ગઈ સાંજે સ્કોર્પિયો જીપના ચાલકે ગફલતભર્યું ડ્રાયવિંગ કરી બાઇકને ટક્કર મારતાં બાઈકચાલકને ગંભીર ઈજા થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈ સાંજે પ્રવીણ ભવનભાઈ ઠાકોર નામક ૩૦ વર્ષીય બાઈક ચાલક  ડીસાથી બાઈક લઈ ઝેરડા તરફ જઇ રહ્યો હતો એ વખતે ડીસા હાઇવે પર ડાયમંડ સોસાયટી આગળ સ્કોર્પિયો ગાડી બાઈક સાથે અથડાઈ પડતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત બાઈકચાલકને સારવાર અર્થે ખસેડયો છે.