ડોલવણ તાલુકાના ચૂનાવાળી ગામે આવેલા ગ્રામ સેવા સમાજ દ્વારા સંચાલિત વનરાજ આશ્રમ શાળાના નિવાસી રૂમમાં રહી ધોરણ 6માં અભ્યાસ કરતા જીગ્નેશ દરૂવાડ નામના કપરાડા તાલુકાના પીપરોટી ગામના માસૂમે આત્મહત્યા કરી લેતા પંથકમાં અચરજની સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે, આ અંગે મૃતક માસૂમના સંબંધીઓએ પણ શંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસની માંગ કરી છે.

ચૂનાવાળી સ્થિત વનરાજ આશ્રમશાળામાં રહી ધોરણ 6માં ભણતા 11 વર્ષીય માસૂમની આત્મહત્યાના બનાવની જાણ થતા ડોલવણ પોલીસ સહિત આશ્રમ શાળાના આધિકારીઓ, તકેદારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને તેમાં પોલીસ તપાસ બાદજ સાચી હકીકત મલમ પડશે તેવું જણાવ્યું હતું.

તાપી જિલ્લામાં આટલા નાની ઉંમરે કોઈક માસૂમે આત્મહત્યા કરી હોવાનો પહેલો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેને લઈ અનેક શંકાઓ ઉભી થવા પામી છે, પોલીસે તો હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પોલીસની નિષ્પક્ષ તપાસ બાદજ સાચી હકીકત બહાર આવશે.

બીજા સાથે સમાચાર શેર કરો.