બ્રહ્માકુમારી સંસ્થાની એમ્બ્યુલન્સને ગંગાસાગર ગામ પાસે અકસ્માત નડ્યો

અમીરગઢગંગાસાગર નજીક બ્રહ્માકુમારી સંસ્થાની ખાનગી એમ્બ્યુલન્સ ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108ની 3 ટીમ દ્વારા પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.