AMCની ઘોર બેદરકારી, કચરો ભરવાની ગાડીમાં ભરવામાં આવે છે શાકભાજી

શેર કરવા અહીં ક્લિક કરો.

:- અમદાવાદમાં AMC દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે અપાયેલા વાહનમાં શાકભાજી ભરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આ વાતનો ખુલાસો આપતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. કચરો ભરવાની ગાડીમાં શાકભાજી ભરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો અને તે ગાડી શાહીબાગ વોર્ડની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઇને હવે AMC દ્વારા ડોર ડુ ડોર વેસ્ટ કલેક્શન માટેનાં વાહનો જપ્ત કરાશે. આ ઘટના અંતર્ગત ડ્રાઇવર સહિત એજન્સીની પણ તપાસ કરવામાં આવે છે. જો કે કચરો લઇ જવાની વાનમાં શાકભાજી લઇ જવાતી હોવાની ઘટના સામે આવતા AMCને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.