ગરવીતાકાત,અરવલ્લી: જિલ્લા આયોજન મંડળ અરવલ્લી દ્વારા વર્ષ-૨૦૧૮-૧૯ અન્વયે માન.શ્રી અમિત શાહ સંસદ સભ્ય ફંડની જોગવાઈ હેઠળ ગામડાના છેવાડા સુધીના ગરીબ દર્દીઓને મેડીકલ સારવાર ઝડપી અને ત્વરીત મળી રહે તે હેતુસર શ્રી કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકને એમ્બ્યુલન્સ ગાડી માન.સાંસદ સભ્યશ્રી દિપસિંહ રાઠોડ, મોડાસાના.ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર,.જિલ્લા  પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા .કલેકટરશ્રી તેમજ અનેજિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મહાનુભાવો દ્વારા એમ્બ્યુલન્સની ચાવી તેમજ એમ્બ્યુલન્સ ગાડીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આયોજન અધિકારીશ્રી,ડાયરેકટરશ્રી, D.R.D.A, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી જિલ્લા એપેડેમીક અધિકારીશ્રી વાત્રક હોસ્પિટલના વાઈસ ચેરમેનશ્રી,મંત્રીશ્રી તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહેલ.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી