ગરવીતાકાત,અંબાજી: અંબાજી ના ગ્રામ પંચાયત પાસે આવેલા બજાર મા રોડ ની વચ્ચે ગેર કાયદેસર લારીઓ લઇ ઉભા રહેતા તત્વો પોતાના બાપ ની જગ્યા હોય તે પ્રમાણે દબાણ કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે ,આજે સાંજે ગ્રામ પંચાયત આગળ ઉભી રહેતી મહિલા એ કાયદા ને હાથ મા લઇ ગુંડાગીરી કરી નિર્દોષ લોકો પર લાઠીઓ મારી હતી અને આગળ પરશુરામ ચોક મા પણ લારીઓ વાળા રોડ વચ્ચે ગેર કાયદેસર દબાણ કરી મારામારી કરી ભારે હોબાળો મચાવ્યો હતો ,28 તારીખ ના રોજ આવેલા યાત્રાધામ મંત્રી વિભાવરી બેન દવે એ રોડ વચ્ચે કોઈપણ લારીઓવાળા ઉભા રહેવા ની ના પાડી હોવા છતાં આવા માથાભારે અને ગુંડા તત્વો પર કેમ કોઈ પગલાં લેવાતા નથી ,આજે જે મહિલાએ પંચાયત આગળ લાકડી લઇ નિર્દોસ લોકો ને માર્યા તો પોલીસ આ માથભારે મહિલા ને જેલ માં મોકલી આ રોડ પર કોઈપણ લારીઓ વાળા ઉભા ન રહે તેવી વ્યવસ્થા કરે