ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં બીમારી નો રાફડો ફાટી નીકળે તેવા એંધાણ અંબાજી ગ્રામ પંચાયત કુંભકર્ણ નિંદ્રામાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,અંબાજી(tarilk

ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ ગુજરાત માં નહિ પણ પર વિશ્વનું યાત્રાધામ તરીકે ગણના થાય છે ત્યારે અંબાજી આટલું મોટું શક્તિપીઠ હોવા છતાય અંબાજી ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી આવી સામે અંબાજી ગામના અમુક વિસ્તારોમાં જે પીવા નું પાણી પૂરું પાડે તેવી પંચાયત ની પાણી ની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી અને ટાંકી નાં ઉપરનો ભાગ ની દીવાલ અને ટાંકી નું ઢાંકણ પણ નથી અને પાણી ટાંકી નાં અંદર નાના નાના હાનિકારક જીવજંતુ પણ પડેલા દેખાઈ રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્ય નાં  અમુક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને ડેન્ગ્યુના કેસો પણ સામે આવ્યા છે ત્યારે અંબાજી ગામના નાં પીવાનાં પાણી નાં ટાંકા માં જીવજંતુઓ પડેલા હોવા છતાંય અંબાજી ગામના અમુક વિસ્તારો માં રહેતા લોકો આવું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે આ પાણીની ટાંકી નો ઉપરનો ભાગ તૂટેલો છે અને આખી ટાંકી ખુલી પડી રહેલી છે ને ટાંકી માં કચરો અને પથ્થરો પડ્યા છે નાના જીવજંતુઓ પણ દેખાઈ રહ્યા છે જો આ પાણી ની ટાંકી ને વહેલી તકે રીપેરીંગ કામ નહીં કરવામાં આવે અને ઉપરનું ભાગ માં તૂટેલી દીવાર કે જે આખી ખુલેલી છે તેને પેક નહિ કરવામાં આવે તો 100 ટકા અંબાજીમાં રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અહીંના સ્થાનિક રહીશોનું પણ કહેવું છે કે જે આ ટાંકી માંથી ગામમાં પાણી છોડવા આવે તે મજદૂર એ પણ વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાંય કઈ નિકાલ નથી આવ્યો રજૂઆત કર્યા બાદ ટાંકી નાં ઉપર નાં ભાગ માં  પ્લાસ્ટિક નું મેણીયું લગાડવામાં આવ્યું હતું પણ હવા નાં લીધે આ પ્લાસ્ટિક નું મેણીયું પણ ફાટી અને નીકળી ગયું છે અમારા ન્યુઝ રિપોર્ટર દ્વારા આ ટાંકા ની હાલત જોખમી હોવા છતાં પણ ઉપર ચડી અને કવરેજ કરી રિયાલિટી બતાવેલ છે અને આ ટાંકી નાં અંદર ના પાણી ને જોઈ ખરેખર એવું લાગી રહ્યું છે કે  આ ટાંકી માં પડેલું ગંદુ પાણી પીવાથી લોકોમાં 100 ટકા બિમારી ફેલાય તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે જો અંબાજી ગામ માં રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબ દાર કોણ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની ટાંકી નું વહેલી તકે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી અંબાજી ગામના લોકોની લોકમાંગ ઉઠવા પામી છે.

તસ્વીર અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી

શેર કરવા અહીં ક્લિક કરો.