કરાર આધારિત કર્મચારી લાભાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવી રહ્યો હોવાની ચર્ચા 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ થશે કે પછી ગોદડી ગોટે વાળી દેવાશે તેવા સવાલો ઉદભવી રહ્યા છે. 

આ પણ વાંચો – ભારતમાં ફાર્માસ્યુટેકલ કંપનીઓ આર્થીક રીતે વધુ ડેવલોપ થશે

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને મકાન આપવાની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જો કે કેટલાક લેભાગુ તત્વો દ્વારા સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ભોળવીને તેમની પાસેથી નાણાં પડાવવામાં આવતા હોવાનું કહેવાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ લાભાર્થીઓ પાસેથી મકાનના ફોટા પાડીને ચેક પાસ કરી આપવાના બદલામા મોટી રકમ વસૂલવામાં આવતી હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો –  દાંતા: મુમનવાસ પાણીયારી આશ્રમ પાસે વહેતા ધોધમાં નહાવા પડેલ યુવાન પાણીમાં ડૂબ્યો

લોકચર્ચા મુજબ એક ફોર્મ પાછળ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા જેટલી રકમ લેવામાં આવતી હોવાનું અને આ બાબતે અધિકારી પણ ચૂપકીદી સાધી બેઠા હોવાનું કહેવાય છે. સરકાર તરફથી મળતી આ યોજનાના નાણામાં પણ કેટલાક લોકો મિલીભગતથી કટકી કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બાબતે તપાસની માંગ ઉઠવા પામી છે. એક ચર્ચા અનુસાર ધાનેરામાં ૧૧ માસ કરાર આધારિત એક કર્મચારી દ્વારા લાભાર્થી પાસેથી બે થી પાંચ હજાર રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Contribute Your Support by Sharing this News: