સુપ્રીમ કોર્ટમાં તમામ દલીલો પુર્ણ : મંગળવારે 10:30 વાગે થશે અંતિમ નિર્ણય

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,તારીખ:૨૫ 

મહારાષ્ટ્રમાં સત્તાની રાજરમત સુપ્રીમ સુધી પહોંચી ગઇ છે. ત્યારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે તેનો ચુકાદો આપશે. કેન્દ્ર સરકાર તરફથી તુષાર મહેતાએ સુપ્રીમ સમક્ષ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. જેમાં રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા અપાયેલુ આમંત્રણ અને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ધારાસભ્યોના સમર્થન સાથે આપવામાં આવેલો પત્ર સોંપ્યો છે. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે રવિવારે NCP, શિવસેના અને કોંગ્રેસની યુતિ દ્વારા કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન પક્ષકારો પાસે જરૂરી દસ્તાવેજ માગ્યા હતા .

બંને પક્ષોએ સુપ્રીમમાં થઇ ઉગ્ર રજૂઆત: સુપ્રીમ કોર્ટમાં સોમવારે થયેલી સુનાવણીમાં NCP, શિવસેના, કોંગ્રસ અને સામાપક્ષે સરકારના વકીલ વચ્ચે જ્યાં ઉગ્ર રજૂઆતો થતા સુપ્રીમ કોર્ટે આવતીકાલે મંગળવારે 10 : 30 કલાકે ચુકાદો આપવાનો નિર્ણય કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમે તમામ પક્ષકારોને ટકોર કરતા એમ પણ કહ્યું કે , ચુકાદો આપવાનું સુપ્રીમ કોર્ટ પર છોડી દો. આવતીકાલે આવનારા ચુકાદામાં ફ્લોર ટેસ્ટે અંગે નિર્ણય જાહેર થાય તેવી શક્યતાઓ છે.

જાણો, મહારાષ્ટ્રના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શું થયું: સોલિસીટર જનરલ તુષાર મહેલાએ મહારાષ્ટ્રના રાજ્યપાલનો પક્ષ રજૂ કર્યો હતો. જ્યારે મુકુલ રોહતગીએ દેવેન્દ્ર ફડણવીસનો પક્ષ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે , મોટા ભાગના કેસમાં 24 કલાકની અંદર જ ફ્લોર ટેસ્ટ થયો છે. જેની પાસે બહુમતી છે એ સાબિત કરે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું હતું કે , અમને વધારે સમયની જરૂર છે. કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહારાષ્ટ્ર ગર્વનર અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે.

તુષાર મહેતાએ કહ્યું કે , રાજ્યપાલે 9 નવેમ્બર સુધી રાહ જોઈ. 10 તારીખે શિવસેનાને પુછ્યું તો તેમણે સરકાર બનાવવાનીના પાડી. 11 નવેમ્બરે એનસીપીએ ના પાડી , ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લગાવાયું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે , શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારના ગઠબંધનને બોલાવવાની અરજી પર વિચાર નથી કરી રહ્યા. તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું કે , રાજ્યપાલની ઓરિજિનલ કોપી છે. જેમાં 54 ધારાસભ્યોની સહી છે. અજીત પવારે રાજ્યપાલને જે પત્ર સોંપ્યો તેમાં 54 ધારાસભ્યોની સહી છે. અજીતે ચિઠ્ઠીમાં પોતાને એનસીપી ધારાસભ્યના નેતા ગણાવ્યા હતા. રાજ્યપાલને પોતાને મળેલા પત્રની તપાસ કરવાની જરૂર નથી. દેવેન્દ્ર ફડણવીસને સરકાર ગઠન માટે બોલાવવાનો નિર્ણય તેમની સામે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દેવેન્દ્ર ફડણવીસનો પક્ષ રજૂ કરનાર મુકુલ રોહતગીએ કહ્યું કે , દેવેન્દ્ર ફડણવીસ , અજીત પવાર પાસે જે ધારાસભ્યોનું સમર્થન પત્ર છે મેં તે જોયું છે. રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે. રવિવારે સુપ્રીમ કોર્ટની નોટીસો બાદ પણ ભાજપ દ્વારા સરકાર ગઠન કરવાના દાવા યથાવત્ રહ્યા હતા. ભાજપના નેતાઓએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા પોતાની પાસે બહુમતિ હોવાનું રટણ કર્યુ હતુ. બીજીતરફ શિવસેના , એનસીપી અને કોંગ્રેસ પણ સચેત થતા ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હૉટલોમાં ટ્રાન્સફર કરી દેવાયા હતાં. તેમજ એનસીપી અને શિવસેના સહિતના તમામ ધારાસભ્યો એકજૂઠ થઈને સરકાર બનાવશે તેવા દાવા કરાયા હતા.

ગમ્યું તો આગળ શેર કરો.