બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા વીરુ દેવગનનું આજરોજ 27 મે 2019ની સવારે નિધન થયું છે. સૂત્રોના મતે, વીરૂ દેવગનનું નિધન સડન કાર્ડિએક એરેસ્ટને કારણે થયું છે. વીરુ દેવગનના અંતિમ સંસ્કાર આજે સાંજે છ વાગે કરવામાં આવશે. વીરૂ દેવગન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં અને મુંબઈમાં સાંતાક્રુઝની સૂર્યા હોસ્પિટલમાં દાખલ હતાં. થોડાં સમય પહેલાં જ અજય દેવગને પિતા વીરુ દેવગનની તબિયત ખરાબ હોવાને કારણે ‘દે દે પ્યાર દે’ની પ્રમોશનલ ઈવેન્ટ પણ કેન્સલ કરી હતી.વીરુ દેવગને વીણા દેવગન સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરાઓ અજય દેવગન તથા અનિલ દેવગન તથા બે દીકરીઓ નીલમ તથા કવિતા છે. 1999માં વીરુ દેવગને દીકરા અજય તથા અમિતાભ બચ્ચનને લઈ ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર પણ વીરુ દેવગન જ હતાં. આ સિવાય તેમણે ‘દિલવાલે’ (1994), ‘હિંમતવાલા( 1983), ‘શહેનશાહ’ (19880 જેવી ફિલ્મ્સના ફાઈટ સીન્સ કોરિયોગ્રાફ કર્યાં હતાં. આ સિવાય તેમણે ફિલ્મ ‘ક્રાંતિ’ (1981), ‘સૌરભ’ (1979) તથા ‘સિંઘાસન’ (1986)માં એક્ટિંગ કરી હતી. પ્રોડ્યસૂસર તરીકે વીરુ દેવગને ‘દિલ ક્યા કરે’ (1999), ‘સિંઘાસન’ (1986) બનાવી હતી. 80ના દાયકામાં તેમણે 80થી વધુ ફિલ્મ્સના એક્શન સીન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં.

બીજા સાથે સમાચાર શેર કરો.