વાયુ વાવાઝોડાના અસરના પગલે રાજકોટના આત્મીય યુનિવર્સિટી દ્વારા 5,000 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
રાજકોટઃ ‘વાયુ’ વાવાઝોડાના ખતરાના પગલે સરકારી તંત્ર દ્વારા ગુજરાના સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 1.20 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યારે આટલી મોટી સંખ્યાની ખાવા પીવાની સામગ્રી પહોંચી વળવા માટે તંત્ર કામે લાગ્યું છે. તો સામાજી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓઓ પણ આ વિકટ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સામે આવી છે. લોકોને પુરતું ફૂડ પહોંચી વળવા માટે રાજકોટની ખાનગી શૈક્ષણીક સંસ્થા દ્વારા પૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સામાજિક સંસ્થા દ્વારા પણ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડાના અસરના પગલે રાજકોટના આત્મીય યુનિવર્સિટી દ્વારા 5,000 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. યોગી ડીવાઇન સોસાયટીના સ્વયંસેવકો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ સરકારી તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ પણ એલર્ટ ઉપર આવી ગઇ છે.

રાજકોટના બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટ વાવાઝોડાની આગાહીના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. સિનિયર સિટીઝનો દ્વારા 2500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમના દ્વારા આશરે 10,000થી વધારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, ‘વાયુ’ વાવાઝોડું વધુ પ્રચંડ બનતા રાજ્યનું વહીવટી તંત્ર વધું સાબદુ બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ વાવાઝોડું વેરાવળથી 340 કિમી દૂર છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. તકેદારીના ભાગ રૂપે દરિયાકાંઠાના જિલ્લાઓમાં લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

એનડીઆરએફની 51 ટીમો તહેનાત કરવામાં આવી છે. આ દરમિયાન, રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો પણ નોંધાયો છે. કેટલાક સ્થળે વરસાદના હળવા છાંટા પણ પડ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફુંકાવા લાગ્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.