ગુરૂવારથી એર ઇન્ડિયાનાં ચેરમેન અશ્વિની લોહાનીએ કહ્યું કે તેમની કંપની આગામી ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી એયરલાઇનમાં પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પુરી રીતે પ્રતિબંધ મુકવા જઇ રહી છે. તેમજ ઇંધણની સપ્લાય રોકવા મામલે પણ લોહાનીએ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે તેમનું સમાધાન ખુબ જલ્દી થશે.

એર કંપનીઓ પર 4500 કરોડ રૂપિયાનું દેવ: મહત્વનું છે કે એર ઇન્ડિયા પર ત્રણ તેલ કંપનીઓનું 4500 કરોડ રૂપિયાનું દેવું છે. જેને ઉડ્ડયન કંપનીએ છેલ્લા સાત મહિનાથી ચુકવ્યું નથી. ત્રણેય કંપનીઓએ દેશનાં 6 એરપોર્ટ પર ઇંધણની સપ્લાય પર પાબંદી લગાવી છે. આ મામલે એર ઇન્ડિયાનાં ચેરમેને કહ્યું કે, ફંડની અછતને કારણે કંપનીએ ઇંધણની સપ્લાય રોકી દીધું છે. જો કે તેનાં કંપની વિમાની સેવાને કોઇ અસર નહિં પહોંચે.