શ્રી વલ્લભ સેવા કેન્દ્ર – શ્રી મોટા હનુમાન દાદા સેવા મંડળ અને ઉદારદીલ દાતાઓના સહયોગથી કોરોનાના કપરા સમયમાં કપડવંજ શહેરના 280 ગંગા સ્વરૂપ બહેનોને રૂ. 500ની રોકડ સહાય તેમજ માસ્ક, દવાઓ અને સેનેટાઇઝેશન માટે ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મહામંત્રી ગોપાલભાઈ શાહ તેમજ દશરથભાઈ પટેલ , નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ પટેલ, ભાજપા મંત્રી વિવેકભાઈ પટેલ ,પૂર્વ નગરપાલિકા પ્રમુખ સેજલબેન બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ ધુલસિંહ સોલંકી તેમજ અન્ય હોદેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Contribute Your Support by Sharing this News: