અમદાવાદ: મહિલા રેવન્યુ તલાટીને રૂ. 4 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

   અમદાવાદ: શહેરમાં મેમનગરમાં આવેલ કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા મહિલાકર્મી આજે રૂપિયા ચાર હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એક વ્યક્તિએ પોતાના પિતાનું અવસાન થતાં વારસાઇ પ્રમાણપત્ર લેવા માટે મેમનગરનાં તલાટીનો સંપર્ક કર્યો હતો. આ પ્રમાણપત્ર આપવા માટે રેવન્યુ તલાટી શીતલબેન તુષારભાઇ વેગડા (મૂળ રહે. સુરભી સોસાયટી, ધોળકા, અમદાવાદ ગ્રામ્ય)એ ચાર હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે જાગૃત નાગરિક આપવા માગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વરા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મહિલા તલાટી 4 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. આ ટ્રેપ કે.આર. સક્સેના, પીઆઇ, અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.