અમદાવાદ : ઘરમાં ગાંજો સંતાડી નશાનો કારબારો કરતી મહિલાનો ભાંડો ફૂટ્યો

ગમ્યું તો આગળ શેર કરો.
ગુજરાતમાં યુવાધનને બર્બાદ કરવા નશીલા પદાર્થની હેરાફેરી ના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આવા માદક પર્દાથની હેરાફેરી રોકવા અને આરોપીને પકડવા રાજ્યના ડીજીપી દ્રારા સ્પેશિયલ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવતુ હોય છે ત્યારે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવે છે અને અલગ-અલગ એજન્સીઓ દ્રારા માદક પદાર્થ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ જિલ્લામાં એક મહિલા માદક પદાર્થ સાથે પકડાઈ ગઈ છે. આ મહિલા ઘરમાં ગાંજો સંતાડી અને નશાનો કારોબાર કરી રહી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ તેને ઝડપી પાડી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે બાવળા વિસ્તારમાં આવેલ બોરડીવાળુ જીન જોગણીમાતા મંદીર પાસે રહેતા એક મહિલા ગેરકાયદેસર રીતે ગાંજાનુ વેચાણ કરે છે.જેથી પોલીસે તેના ઘરની તપાસ કરી તો પોલીસને તેના ધરમાંથી 546 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરુ કરી છે..પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ મહિલા આરોપી ગાંજાનો જથ્થો કોણી પાસેથી લાવીને અને કોણે વેંચતી હતી જેથી તપાસમાં અન્ય આરોપીઓનુ નામ પણ સામે આવી છે.નોંધનીય છે કે કેટલાક આરોપીઓ મહિલાઓને આગળ રાખી આ પ્રકારનો ધંધો ચલાવતા હોય છે જેથી પોલીસ દ્વારા અવાર નવાર આવા લોકો સામે કાર્યવાહી કરવા માં આવે છે.

ગમ્યું તો આગળ શેર કરો.