પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,અમદાવાદ : અમદાવાદની એક મહિલાએ બાથરૂમમાં નહાતી હતી ત્યારે બાજુમાં રહેતા એક યુવાને બાથરૂમની ઉપરનું પતરું ઊંચુ કરીને વીડોયો ઉતારવાનો પ્રયાસ કર્યો છે. આ મહિલાએ યુવકનો વીડિયો પકડીને બૂમાબૂમ કરી હતી. આ સાંભળતા યુવક ફરાર થઇ ગયો હતો. વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂના વાડજમાં રહેતી મહિલા ગઇકાલે બપોરે તેના ઘર પાસે બનાવેલા બાથરૂમમાં નાહવા ગયા હતાં. ત્યારે જ પડોશમાં રહેતો વિજય વાઘેલા નામનો યુવાને બાથરૂમનું પતરૂં ઊંચુ કરીને વીડિયો ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અચાનક મહિલાનું ધ્યાન પડતા તેણે મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને બૂમાબૂમ કરી હતી.

જે બાદ યુવકે મહિલાને ધમકી આપી હતી કે જો તું પોલીસ કે કોઇને પણ જાણ કરીશ તો તારા પરિવારને મારી નાંખીશ. જોકે બાદમાં યુવક ગભરાઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. વાડજ પોલીસે યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.