24 કલાકમાં બીજી હત્યા, શહેરમાં કાયદો- વ્યવસ્થા પર સવાલ

ગરવીતાકાત અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. અસામાજીક તત્વો ખુલ્લેઆમ તલવારો લઈ વિસ્તારમાં આતંક મચાવે છે. રોડ પર ખુલ્લેઆમ મારામારી કરી હત્યા કરી દેવામાં આવે છે. ગઈકાલે એલિસબ્રિજ પરથી હત્યા બાદ ફેંકી દેવાયેલા માણસના અંગો મળી આવ્યાની ઘટનાના 24 કલાકમાં જ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. વેસ્ટ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર જ આ હત્યા કરવામાં આવી છે. આજે વહેલી સવારે ઇવેન્ટ સેન્ટર પાસેથી યુવકની લાશ મળતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. લાશ પાસે લોખંડનો હથોડો પણ મળી આવ્યો છે. વહેલી સવારે અથવા રાત્રે હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઇ રહી છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે યુવકની તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: