ઉમરેઠ : બાળકને બચાવવા 4 મહિલાઓ નદીમાં કૂદી, 4 મોતથી લગ્ન પ્રસંગમાં છવાયો માતમ.

શેર કરવા અહીં ક્લિક કરો.
   ગરવીતાકાત:આણંદમાં લગ્નપ્રસંગે આવેલા જાનૈયાઓ સાથે અજીબ ઘટના બની હતી. આણંદના ઉમરેઠ પાસે આવેલ મહીસાગર નદીમાં ચાર જાનૈયાઓના ડૂબીને મોત નિપજ્યા છે.આણંદમાં લગ્નપ્રસંગે આવેલા જાનૈયાઓ સાથે અજીબ ઘટના બની હતી. આણંદના ઉમરેઠ પાસે આવેલ મહીસાગર નદીમાં ચાર જાનૈયાઓના ડૂબીને મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના પ્રતાપપુરા ગામની આ ઘટના છે. મોરબીથી કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં આણંદના ઉમરેઠમાં આવ્યા હતા. ત્યારે જાનમા આવેલી કેટલીક મહિલાઓ મહીસાગર નદીએ નાહવા ગઈ હતી. આ સમયે એક બાળક નદીમાં લપસી ગયું હતુ. ત્યારે આ બાળકને ચાર મહિલાઓ બચાવવા ગઈ હતી. પરંતુ તેમાંથી ત્રણ મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે કે, એક મહિલાનો બચાવ થયો હતો.
શેર કરવા અહીં ક્લિક કરો.