ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા શહેર સહિત એક લાખથી વધુ વસ્તી ધરાવતી 18 નગરપાલિકા વિસ્તારોમાં પ્રજાની સરળતા માટે 6 મહિના અગાઉ શહેરી મામલતદાર સહિત જરૂરી સ્ટાફની મંજુરી આપી સરકારે નવીન કચેરી કાર્યરત કરવા આદેશ કર્યો હતો. નોંધપાત્ર બાબત તો એ છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના મત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શહેરી મામલતદારની નિમણુંક થયેલ હોવા છતાં શહેરી મામલતદારની કચેરી કાર્યરત થઈ નથી. પ્રજાલક્ષી સરળ અને ઝડપી વહિવટની વાતો કરનાર સરકાર તેમજ વહિવટી તંત્ર સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.