ગરવીતાકાત,અમદાવાદ: ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ગુજરાતના વધુ બે ફેમસ સિંગર ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા ભાજપમાં જોડવાના છે.

ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ગુજરાતના વધુ બે ફેમસ સિંગર ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે.
ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા ભાજપમાં જોડવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ગઈકાલે કિંજલ દવે બાદ હવે સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિત ભાજપમાં જોડાશે.
આ તમામ કલાકારોનું સન્માન રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને તેના ચાહકોને તેના ભાજપમાં જોડાણ અંગેની વાત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક સેલિબ્રિટી લોક ગાયિકાએ જોડાણ કર્યું છે.
કિંજલના ભાજપમાં જોડણા અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.
Contribute Your Support by Sharing this News: