લગ્નના એક મહિના પછી જ નવી દુલ્હન સાસરીવાળાઓને ઘરમાં બંધ કરીને લાખો રૂપિયાના ઘરેણાં અને રોકડ રૂપિયા લઈને ફરાર થઇ ગઈ. પીડિત પતિએ પત્ની અને તેના કથિત આશિક સામે કેસ નોંધાવ્યો છે.

પત્ની હંમેશા બે યુવકો સાથે વાત કરતી હતી: આખો મામલો આગ્રા ચોકી જગદીશપુર વિસ્તારનો છે. અહીંના રહેવાસી નીરજ કુશવાહના લગ્ન 6 મેં દરમિયાન સદર ચોકીની રહેવાસી યુવતી સાથે થયા હતા. નીરજ અનુસાર લગ્ન પછી બધું જ વ્યવસ્થિત હતું, પરંતુ તેની પત્ની બે યુવકો સાથે ફોન પર વાત કરતીં હતી. તેને કારણે તેને સાસરીમાં ફરિયાદ પણ કરી હતી.

રૂમમાં બંધ કરીને ફરાર થઇ: ત્યારપછી શનિવારે પત્નીએ અચાનક બધાને અંદર રૂમમાં બેસાડીને ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ફરાર થઇ ગઈ. ત્યારે તેમને ઘરનો સમાન ચેક કર્યો ત્યારે લગભગ અઢી લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં અને 2 લાખ રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી. પીડિત પતિએ આ મામલે જગદીશપુરામાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.