વિરાટ કોહલીને ખરાબ રીતે આઉટ અપાતા પરેશ રાવલે કહ્યુ, આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયર ?

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝમાં એમ્પાયરને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. પ્રથમ મેચમાં તમે જાેયું હશે કે ડીઆરએસ લીધા પછી ઘણા ર્નિણયો બદલાયા હતા. અને હવે કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ખરાબ એમ્પાયરિંગનો શિકાર બન્યા છે.

ભારતની ઇનિંગની ૩૦મી ઓવર ચાલી રહી હતી. બોલર એજાઝ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. વિરાટ કોહલી પટેલનાં બોલને સમજી શક્યો નહી અને તે બિટ થઇ ગયો હતો. પટેલે એસબીડહબ્લ્યુ માટે અપીલ કરી હતી. અને એમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. વિરાટ કોહલીએ તુરંત જ ડીઆરએસ માટે અપીલ કરી. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટની ખૂબ મોટી કિનારી સાથે પેડ પર અથડાયો છે. પરંતુ ત્રીજા એમ્પાયરે કંઈક બીજું જ જાેયું. અને રેડ લાઇટમાં કોહલી માટે લખ્યું આઉટ. થર્ડ એમ્પાયરનાં આ ર્નિણય બાદ કોહલી એકદમ આશ્ચર્યચકિત જાેવા મળ્યો હતો. અને ફિલ્ડ એમ્પાયર પાસે જઈને વાત કરવા લાગ્યો.કારણ કે જાે તે ઓનફિલ્ડ એમ્પાયરની ભૂલ હોય તો તે સમજી શકાય છે. પરંતુ જાે થર્ડ એમ્પાયર આવા ર્નિણયો આપે છે તો સમસ્યા ઘણી મોટી થઈ શકે છે. જાે કે, નિયમોની દ્રષ્ટિએ અહીં નોટઆઉટ આપવા માટે થર્ડ એમ્પાયરે મજબૂત પુરાવા આપવા પડશે કારણ કે ફિલ્ડ એમ્પાયરે કોહલીને આઉટ આપ્યો હતો.

ક્રિકેટ ચાહકોથી લઈને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ આપવા અંગે સવાલો ઉઠાવ્યા હતા, બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે પણ વિરાટ કોહલીને આઉટ આપવા બદલ થર્ડ એમ્પાયરની ઝાટકણી કાઢી હતી. કોહલીને કાનપુર ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. મુંબઈ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. કિવી ટીમનાં સ્પિનર એજાઝ પટેલે તેને ભારતીય ઇનિંગ્સની 30 મી ઓવરમાં આઉટ કર્યો હતો. પરેશ રાવલે થર્ડ એમ્પાયરની ક્લાસ લેતા ટિ્‌વટ કર્યું, ‘આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?’

એજાઝ પટેલનો બોલ કોહલીનાં બેટની કિનારી પર વાગ્યો હતો. કોહલીને ફિલ્ડ એમ્પાયર અનિલ ચૌધરીએ આઉટ આપ્યો હતો. કોહલીને વિશ્વાસ હતો કે બોલ પહેલા તેના બેટની કિમારી પર વાગ્યો હતો. તે પછી તુરંત જ તેણે ડીઆરએસ- લીધું. રિપ્લેમાં જાેવા મળ્યું કે બોલ કોહલીનાં બેટની કિનારી અડીને ગયો હતો. પરંતુ એ નક્કી કરવું મુશ્કેલ હતું કે બોલ કોહલીનાં પેડ કે બેટ પર પ્રથમ અથડાયો કે પછી બન્ને બાબતો એક સાથે બની હતી. થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્માએ ફિલ્ડ એમ્પાયરનો સાથ આપવાનું યોગ્ય માન્યું અને વિરાટને આઉટ જાહેર કર્યો.

શેર કરવા અહીં ક્લિક કરો.