દેશના ઈતિહાસમાં 72 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાઈ છે. આ સાથે લદાખ અને જમ્મૂ કાશ્મીરને અલગ રાજ્ય બનાવી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે. રાજ્યસભામાં અમિત શાહે રજૂ કરેલાં આ અંગેના સંકલ્પ પત્રને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.

જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની પરિસ્થિતિને લઇને રાજ્યસભામાં જવાબ આપી રહ્યાં છે. અમિત શાહે કલમ-370 હટાવવા રાજ્યસભામાં પ્રસ્તાવ મુક્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જો કે અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાંની સાથે વિપક્ષો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. ભારેત કાશ્મીર પર પોતાનો વાયદો ન નિભાવ્યો.

જમ્મૂ-કાશ્મીર આરક્ષણ અને પૂનર્ગઠન બિલને બસપાએ સમર્થન આપ્યું છે. સપાના રામગોપાલે તેને ગેરબંધારણીય બતાવતાં કહ્યું કે જો તમે બે ભાગમાં અલગ કરો છો તો જમ્મૂ-કાશ્મીરમાં આરક્ષણ કેવી લાગુ થશે. કોંગ્રેસ અને ટીએમસી આ બિલના વિરોધમાં છે.

જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે. જમ્મૂ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. આ સાથે ઘાટીમાંથી 370 દ્વારા મળતો વિશેષાધિકાર હવે નહીં મળે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે. આમ હવે લદ્દાખ હવે એક અલગ રાજ્ય હશે.