મધ્યપ્રદેશના રાજયપાલ લાલજી ટંડન બીમાર હોવાથી આનંદીબેન પટેલને વધારાની જવાબદારી સોંપાઈ  છે. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશ પહેલા મધ્ય પ્રદેશના રાજ્યપાલ હતાં. હાલમાં આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજયપાલ છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારના વિસ્તરણ પહેલા આનંદીબેન પટેલને આ વધારાની જવાબદારી સોંપાઈ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને હવે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેની પણ વધારાની જવાબદારી સોંપી છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન સારવાર માટે હાલ લખનઉમાં છે. અને તેમની ગેરહાજરીમાં આનંદીબેન પટેલ કાર્યભાર સંભાળશે.

એવું કહેવાય છે કે લાલજી ટંડનની ગેરહાજરીમાં મધ્ય પ્રદેશના રાજભવનનું કામ પ્રભાવિત થઈ રહ્યું હતું જેને કારણે આ નિર્ણય લેવાયો. લખનઉના મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયેલા મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન બાઈ પેપ મશીન પર છે.

Contribute Your Support by Sharing this News: