પાલનપુરમાં તલવારથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૩)

પાલનપુરના ઢુંઢીયાવાડી અલીગજ ટેકરા વિસ્તારમાં રહેતા ભુરાભાઇ પરમારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે વાવ તાલુકાના ચોટીલ ગામના પીન્ટુભાઇ પરમાર, સૂઇગામ તાલુકાના બોરૂ ગામના ગીતાબેન પરમાર સામે ફરીયાદ નોંધાવી છે કે ભુરાભાઇના ઘરના ખૂણામા પડેલ તલવાર માથાના ભાગે ડાબા કાન પાસે મારી ઇજા કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવા પામી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.