ગરવીતાકાત,(તારીખ:૦૬)

મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ નબળું પડી રહ્યું છે. આવતી કાલે બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે. . 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની કલાકથી પવન ફૂંકાઈ શકે છે જે વધુમાં વધુ 60-70ની ગતિ ધારણ કરી શકે છે. ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.

  • નબળું પડશે મહા વાવાઝોડું
  • વેરાવળથી 490 કિલોમીટર દૂર મહા વાવાઝોડું
  • ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચને સૌથી વધુ અસર કરી શકે
  • સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ

હાલની ગતિવિધિ મુજબ મહા ચક્રવાત નબળું થઈ ગયું છે.આજે સવારે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને વેરાવળથી 490 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતો. હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, આ ચક્રવાત હજુ વધુ નબળો પડે તેવી સંભાવના છે કારણ કે પશ્ચિમથી આવતા સુકા પવન પણ ચક્રવાત સીસ્ટમને વધુ નબળી પાડશે.

આવતી કાલ બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે

તેથી મહા વાવાઝોડું દરિયાકિનારે પહોચે તે પહેલાં નબળો પડી જાય તેની પ્રબળ સંભાવનાઓ છે. આમ ગુજરાત પરથી મહા વાવાઝોડું વિનાશ સર્જે તેવો ખતરો હાલ ટળતો દેખાઈ રહ્યો છે જોકે આવતી કાલ બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની કલાકથી પવન ફૂંકાઈ શકે છે જે વધુમાં વધુ 60-70ની ગતિ ધારણ કરી શકે છે.

7 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.

બીજા સાથે સમાચાર શેર કરો.