ડીસા ખાતે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આજે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં બેસેલા મુસાફરોને જાનહાનીની ઘટના ટળી જતાં હાશકારો અનુભવાયો હતો.

ગરવીતાકાત,બનાસકાંઠા: ઉપયોગ બનાવ સંદર્ભે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરથી બાડમેર જઇ રહેલી એસટી બસ અને ટ્રક વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના આગળના ભાગના કાચ ફૂટી ગયા હતા. જોકે બસના ચાલક અને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થઈ જતાં હાશકારો અનુભવ્યો હતો. બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘટનાસ્થળે લોકોના પણ ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જો કે જાનહાનિની ઘટના ટળી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા  હતા.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર (બનાસકાંઠા)

Contribute Your Support by Sharing this News: