ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૭)

મહેસાણાથી ચાણસ્મા હાઇવે પર ધિણોજ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, આઇસરનો આગળ અને પાછળનો ભાગ એકદમ કુરચો વળી ગયો હતો. જોકે સદનસીબે કોઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે અકસ્માત સર્જી ટ્રકચાલક ફરારા થઇ ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્તર ગુજરાતમાં અકસ્માતો વણથંભી વણઝાર જામી છે. ધિણોજથી મહેસાણા જવાના માર્ગ પર ગઇકાલે મોડીરાત્રે બે વાગ્યા દરમ્યાન બે ટ્રકનો ગંભીર અકસ્માત સર્જાયો છે. ચાણસ્માથી મહેસાણા તરફ ઘઉં ભરીને જતા આઇસર અને મહેસાણાથી ચાણસ્મા જતા એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘઉં ભરેલ આઇસરના ભુક્કા બોલાઇ ગયા હતા. સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. ચાલકને સામાન્ય ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Contribute Your Support by Sharing this News: