અકસ્માત@અમદાવાદ:AMTS બસ બાઇક ચાલકને બચાવવા જતા ઝાડ સાથે અથડાઇ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૨૬)

શહેરમાં બીઆરટીએસ (BRTS) બાદ એએમટીએસ (AMTS) બેફામ બની છે. શહેરનાં કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસે AMTS બસ બાઇક ચાલકને બચાવવા જતા બસ ઝાડ સાથે અથડાઇ હતી. જેને કારણે બસ ડ્રાઇવર અને બસમાં બેઠેલા એક વૃદ્ધાને ઇજા થઇ છે.

આ AMTS બસ 151/3 હાટકેશ્વર-ગોધાવી ગામની હતી. આ બસ તેની આગળ જતા બાઇક ચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં બસ ડ્રાઇવરને પગમાં અને એક વૃદ્ધાને માથાનાં ભાગમાં ઇજા પહોંચી છે. આ બંન્ને ઇજાગ્રસ્તોને 108માં એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અમદાવાદની બીઆરટીએસ અને સુરતની સિટી બસે થોડા દિવસોમાં અકસ્માતોની વણઝાર કર્યાં પછી. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો જેના કારણે તંત્ર સફાળુ જાગી ગયું છે. જેના પગલે આજે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ BRTS કોરિડોરની રૂબરુ મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે તપાસ કમિટી રચવાની અને ખાસ દેખરેક હેઠળ ધ્યાન આપવાની વાત કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદમાં પાંજરાપોળ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે સગા ભાઇઓનાં મોત થતા રાહદારીઓ રોષે ભરાયા હતા અને બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી. બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. હાલ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ છે અને તપાસ હાથ ધરી છે. BRST બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બે લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે.

ગમ્યું તો આગળ શેર કરો.