સાબરકાંઠા LCB કોન્સ્ટેબલ વતી લાંચ લેતા બે વહીવટદારોને ACB અમદાવાદની ટીમે દબોચ્યા

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,સાબરકાંઠા 

સાબરકાંઠા એલસીબીમાં ફરજ બજાવતા દિલીપસિંહ ભીખુસિંહ રહેવરે રવિવારે એક ખાનગી જીપમાં હેરાફેરી કરતા સ્થાનિક બુટલેગરને ઝડપી પાડી કેસ નહિ કરવા ૧ લાખ રૂપિયાની લાંચ માંગી વચોટિયા મારફતે ૬૦ હજાર રૂપિયા કોન્સ્ટેબલે લઇ લીધા હતા બાકીના ૪૦ હજાર માટે એલસીબી કોન્સ્ટેબલ વારંવાર ઉઘરાણી કરી દબાણ કરતા બુટલેગરે લાંચિયા કોન્સ્ટેબલને પાઠ ભણાવવા અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીની ટીમે બુટલેગરના ઘરે પહોંચેલા બે વચોટિયાને ૨૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી એસીબીની ટીમે લાંચિયા પોલીસ કર્મચારીને તેના પીપળીયા ખાતે આવેલ ઘરેથી દબોચી લેતા પોલીસ કોન્સ્ટેબલ અને બંને વચોટિયાના હોશકોશ ઉડી ગયા હતા એસીબીની સફળ ટ્રેપથી અન્ય ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.સાબરકાંઠા એલસીબીમાં ફરજ બજાવતો દિલીપસિંહ ભીખુસિંહ રહેવરે રવિવારે ખાનગી સ્વીફ્ટ ગાડીમાં પહોંચી અમોદરા ગામ નજીક થી મેક્સ જીપમાંથી વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડી કેસ નહિ કરવા પતાવટ પેટે વચોટિયા નાગેન્દ્રસિંહ વિક્રમસિંહ કુંપાવત (રહે,રાજેન્દ્ર નગર) મારફતે ૬૦ હજાર રૂપિયા લઇ લીધા હતા વધુ ૪૦ હજાર ની માંગ કરતા બુટલેગરે અમદાવાદ એસીબીનો સંપર્ક કરી બુધવારે છટકું ગોઠવી બુટલેગરના ઘરે ૨૦ હજાર રૂપિયા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહના કહેવાથી લેવા પહોંચેલા નાગેન્દ્રસિંહ કુંપાવત અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જોદ્ધા(રહે,ગાંભોઇ) બંને વચોટિયાને એસીબી અમદાવાદ પી.આઈ એ.પી.ચૌધરી અને તેમની ટીમે રંગે હાથે ઝડપી પાડી લંચની રકમથી ખિસ્સા ગરમ કરવા ઘરે રાહ જોતા દિલીપસિંહ ભીખુસિંહ રહેવર ના પીપળીયા ખાતે ઘરેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ગમ્યું તો આગળ શેર કરો.