પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણામાં પ્રજાલક્ષી વહિવટની વાતો કરતાં કલેકટર સહિતના મહેસુલી અધિકારીઓ જ તેમના તાબા હેઠળના  કર્મચારીઓથી લાચાર બન્યા છે. મહેસાણામાં એક જ મકાનમાં સ્થિત મામલતદાર તેમજ પ્રાન્ત કચેરીમાં દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો અસહ્ય ગરમીમાં સરકારી કામકાજ અર્થે લાંબી લાઈનોમાં ઉભા રહે છે. જ્યારે સરકાર કે વિભાગની કોઈ પણ જાતની મંજુરી વિના વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓ ખાનગી સગવડથી કચેરીમાં AC લગાડી ઠંડો પવન ખાય છે. જ્યારે વિજળી બીલ સરકારી તિજોરી ભોગવે છે. ACનો ખર્ચ કોણે અને ક્યાંથી કર્યો તેમજ મંજુરી કોણે આપી..? તેની તપાસ મહેસુલી અધિકારીએ કરાવવી આવશ્યક બની છે.

બીજા સાથે સમાચાર શેર કરો.